Gujarat

રાજકોટ શહેર માદક પદાર્થ મેફેડ્રોન સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર માદક પદાર્થ મેફેડ્રોન સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૩૦/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સૂચના અન્વયે SOG શાખાના P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ SOG શાખાના એન.વી.હરીયાણી તેમજ વી.વી.ધ્રાંગુ તથા હરદેવસિંહ દીલુભા જાડેજા, યોગરાજસિંહ છનુભા ગોહીલ, અનોપસિંહ પ્રવીણસિંહ ઝાલા, નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ સોરઠીયાવાડી સર્કલ, કેવાડવાડી મે.રોડ પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી બગીચા પાસે એ.જે.ફેશન દુકાનની સામે રોડ ઉપરથી ઇસમને માદક પદાર્થ મેફેડ્રોન (M.D) સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ભકિતનગર પો.સ્ટે.માં ગુન્હો નોંધાવવામાં આવેલ છે. મનોજભાઇ રામદાસભાઇ દેસાણી, બાવાજી ઉ.૩૩ રહે.ખોડીયારનગર શેરીનં-૩૦ આજી વસાહત ૮૦ ફુટ રોડ રાજકોટ. માદક પદાર્થ મેફેડ્રોન ૮.૦૪ ગ્રામ કિ.૮૦,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250630-WA0057.jpg