રાજકોટ ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટો સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન મુજબ SOG શાખાના એન.વી.હરીયાણી તેમજ વી.વી.ધ્રાંગુ ની રાહબરી હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન હરદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ગોહિલ તથા અનોપસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ મહાત્મા ગાંધી મ્યુઝીયમ કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસેથી જાહેરમાંથી ઇસમને ભારતીય બનાવટી (ચલણી) નોટો સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી DCB પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે. રૂપીયા ૧૦૦ ના દરની ભારતીય બનાવટી ચલણી નોટો અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટો, હિતેષભાઇ કનુભાઇ દાવડા ઉ.૬૧ ધંધો-પત્રકાર રહે-વાડી પ્લોટ શેરીનં.૫ ઉકાભાઇ ની ઘંટી વાળી શેરી પોરબંદર.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.