Gujarat

રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનના મોટો જથ્થા સાથે ધોરાજીના શખસની ધરપકડ કરી

રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોરાજીમાં રહેતા ફયાઝ આરીફ વાલોરિયાની રૂપિયા 2,85,980ના ઇન્જેક્શનના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી છે. દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

પોલીસે આરોપી પાસેથી 1600થી વધુ પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનો જથ્થો કબજે કર્યો છે. આ મામલે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 34 અને પ્રાણી (ઢોર) ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1) હેઠળ ગુનો નોંધાયો છે.

માનવ શરીર માટે નપુંસકતાનું જોખમ દૂધાળા ઢોરમાંથી ખેંચવામાં આવતું આવું દૂધ પીવાથી આડકતરું ઝેર શરીરમાં પ્રવેશે છે. એક મેડિકલ રાજ્યસ્તરના અહેવાલ મુજબ આ દુઘ પીવાથી પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ વધે છે. સાથે મહિલાઓમાં લગ્ન બાદ ગર્ભધારણ વિલંબમાં પણ વધારો થાય છે. પુરુષોમાં જોવા મળતો છાતીનો ઉભાર, છોકરીઓમાં નાની ઉંમરમાં પરિપક્વતા જેવા લક્ષણો ઓકિસટોસિનથી મેળવાયેલા દૂધ પીવાનું પરિણામ છે.