રાજકોટ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૯/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ ૪ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (1) જરીનાબેન અજીતભાઇ હીંગોરા ઉ.૫૦ રહે.રાધાકૃષ્ણ સોસાયટી શેરીનં.૧૨/૧૩ રાજકોટ. દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂા.૩૦૦૦ નો મુદ્દામાલ (2) દિનેશભાઇ ચંદુભાઈ નારોલા ઉ.વ.૩૨ રહે.કોઠારીયા મે.રોડ જયનગર મફતીયાપરા રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ કિ.૭૬૮૮ નો મુદ્દામાલ (3) રવિ રામજીભાઇ બાંભણીયા ઉ.૨૨ રહે.રામનાથ મહાદેવ મંદિર પાસે ભવાનીનગર શેરીનં.૬ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ કિ.૩૭,૦૦૮ નો મુદ્દામાલ (4) હિંમત પ્રેમજીભાઇ સોલંકી ઉ.૩૯ રહે,માંડા ડુંગર પીઠડ આઈ સોસાયટી શેરીનં.ર રાજકોટ. દેશી દારૂ લીટર.૧૭ કિ.૩૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.