પંચત્રીય મોડેલ થકી આર્થિક રીતે ઉન્નત બન્યા ધરતીપુત્ર રમણભાઈ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્ર રાઠવા રમણભાઈ જણાવે છે કે, વર્ષ ૨૦૧૮ થી ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરું છું, ૫ એકર જમીનમાં દેશી ગાય આધારિત પંચત્રીય મોડલ ફાર્મ બનાવ્યું છે. આ મોડલ ફાર્મમાં દૂધી, કોબી, ફ્લાવર, મેથી, ધાણા, રીંગણી, બીટ અને મરચા જેવા શાકભાજી ઉગાડવા આવે છે.

પંચત્રીય મોડલમાં આંતરપાક તરીકે ચણા પણ પકવીએ છે. ખેતરના શેઢે વાવેલી શેરડીને જીવામૃત બનાવવા માટે ગોળની જગ્યાએ નાના નાના કટકા કરીને ઉપયોગ કરીએ છીએ. શેરડીના પાન કાપીને ગાયોના ચારા માટે ઉપયોગ કરીએ છીએ.
વધુ વાતચીતમાં તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાય જરૂરી છે, આત્મા પ્રોજેક્ટ દ્વારા માસિક ૯૦૦ રૂપિયા નિભાવ ખર્ચ દેશી ગાયના નિભાવ માટે આપે છે. તેમનો પણ મને લાભ મળે છે.

મનમાં વિચાર આવ્યો કે રોડની બાજુમાં જ મારું ખેતર આવેલું છે તો હું ‘ગીતા પ્રાકૃતિ કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ શરુ કરી સીધું વેચાણ કરૂ. વિચાર અમલમાં મુકતા જ સ્થાનિક લોકો, નોકરિયાત વર્ગ શાકભાજી ખરીદવા લાગ્યા. આમ અમને ખૂબ સારામાં સારી આવક થવા લાગી છે .
પ્રાકૃતિક ખેતીમાં અત્યારે બીટ વાવ્યા છે. શુભ પ્રસંગોમાં બીટ પણ સારામાં સારું વેચાણ થાય છે, ટામાટર ૪૦રૂ. કિલો, દેશી રીંગણ ૩૦રૂ. કિલો, કોબી, ફ્લાવર વેચાય છે. દેશી ગાયનું ઘી બે હજાર રૂ. કિલો વેચાય છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારામાં સારી ખેતીમાં પણ ઉપજ મેળવીએ છીએ. ગાયના ઘી, છાશ અને દૂધમાંથી અમે સારી આવક મેળવીએ છીએ. લગ્ન પ્રસંગ હોય તો ૫ હજાર સુધી આવક થઈ જાય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

