એક મહિનાના રોજા બાદ ખુબ આનંદપૂર્વક ઈદની સાવરકુંડલામાં ઉજવણી કરવામાં આવી..
રમઝાન માસ એ મુસ્લિમ સમુદાય માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે. રમઝાન ઈદ ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરના નવમા મહિના રમઝાનના અંતે ઉજવાય છે, જે એક મહિનાના ઉપવાસ (રોજા), પ્રાર્થના અને આધ્યાત્મિક ચિંતનનો સમય હોય છે. આ તહેવાર પવિત્ર રમઝાન મહિનાના સમાપનની ખુશી અને અલ્લાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પ્રસંગ છે.રમઝાન ઈદ, જેને ઈદ-ઉલ-ફિતર પણ કહેવામાં આવે છે, મુસ્લિમો માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે મુસ્લિમ બિરાદરો એક મહિના સુધી રોજા (ઉપવાસ) રાખ્યા પછી, ઈદ-ઉલ-ફિતર આનંદથી ઉજવે છે. ઈદના દિવસે મુસ્લિમો સવારમાં ખાસ ઈદની નમાઝ અદા કરે છે.અને નમાજ પહેલા

ગરીબો અને જરૂરતમંદો માટે ફિતરા (દાન) આપવા માં આવે છે પરિવાર અને મિત્રો સાથે ભેગા થઈ મીઠા વાનગીઓ અને ખાસ કરીને સેવઈયાં ખાવાની પરંપરા છે. અને મુસ્લિમ બિરાદરો રાજી ખુશીથી ઇદનો તહેવાર મનાવે છે સાવરકુંડલામાં પણ ઈદ નો તહેવાર રાજી ખુશીથી મનાવવામાં આવ્યો હતો સાવરકુંડલામાં જામા મજીદથી સવારી નીકળી હતી જેમાં મુનીર બાપુ કાદરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ આ સવારી ગર્લ્સ હાઇસ્કુલ પાસે આવેલ નવા કબ્રસ્તાનને પહોંચી હતી અને સાવરકુંડલાના તમામ મુસ્લિમોએ અહીં ઇદની સ્પેશિયલ નમાજ અદા કરી હતી સાથે સાથે મુનીર બાપુ કાદરીએ તમામ સાવરકુંડલાવાસીઓને અને ગુજરાતના તમામ મુસ્લિમોને ઈદની શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે ગરીબો અને નાના માણસોનું પણ આ ઈદના તહેવારોમાં ખાસ ધ્યાન રાખવાનું મુસ્લિમ અગ્રણી અને કાઉન્સિલર નાસીરભાઈ ચૌહાણ અને ઈરફાન કુરેશી દ્વારા જણાવાયું હતું
આ ઈદના પ્રસંગે સાવરકુંડલા તંત્રનો પણ ખૂબ સહકાર મળ્યો હતો અહીં પોલીસ વિભાગના મિત્રો ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી હતી
બિપીન પાંધી સાવરકુંડલા

