જામનગરના ચેલા વિસ્તારમાં આવેલા રંગમતી ડેમ પાસે વાયુ સેનાના હેલિકોપ્ટરનું અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું.
ઈમરજન્સી લેન્ડિંગ બાદ તરત જ વાયુ સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાની દૃષ્ટિએ હેલિકોપ્ટરની આસપાસ કોર્ડન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ ચેક કર્યા બાદ અને હેલિકોપ્ટરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને દૂર કર્યા બાદ ટેક ઓફ કરાયું હતું.

