Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં રંગોળી અને કલેક્શન સ્પર્ધા યોજાઈ ગઈ

તારીખ ૫ માર્ચ ૨૦૨૫ ના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં રંગોળી તથા કલેક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રંગોળી સ્પર્ધામાં કુલ ૨૨ બહેનોએ ભાગ લીધો હતો અને કલેક્શન સ્પર્ધામાં કુલ ૧૩ બહેનોએ ભાગ લીધો હતો.
રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબર મેવાડા મૈત્રી એમ., દ્વિતીય નંબર ચૌહાણ જીજ્ઞા બી., તૃતીય નંબર પર  દાફડા ધર્મિષ્ઠા ડી અને પથ્થર નંદના એમ.આવે છે તથા કલેક્શન સ્પર્ધામાં પ્રથમ નંબર  ગાંધી ધ્રુવી પી., દ્વિતીય નંબર પર પથ્થર દિશા અને તૃતીય નંબર પર રાઠોડ દિપાલી કે કોલેજના આચાર્ય  ડી. એલ. ચાવડા સાહેબે ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા હતાં. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બટુકભાઈ ભડકોલીયા, ગીરીશભાઈ ભટ્ટ તથા તિક્ષાબેન મજીઠીયાએ સેવા આપી હતી.
આ સ્પર્ધાઓનું આયોજન ડો. પ્રતિમા એમ શુકલ તથા પ્રા. કે. બી. પટેલના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહયોગ મળ્યો હતો.
  
બિપીન પાંધી સાવરકુંડલા