તારીખ ૭-૩-૨૫ ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે ટેન ડેઝ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા તથા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નિર્માણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લઈને પોતાની કલ્પનાઓથી મનમોહક રંગોળીઓનું નિર્માણ કર્યું હતું .શિલ્પાબેન દેસાઈ તેમજ દીપ્તિબેન ડોડીયા અને વૈશાલીબેન ઉનડકટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓના નિર્માણ માટે શિલ્પાબેન દેસાઈ, હિતેશભાઈ જોશી ,વિલાસબેન સરવૈયાએ માર્ગદર્શન આપેલ. આ તકે સાવરકુંડલા તાલુકાના કર્મશીલ બીઆરસી કોર્ડીનેટર વિપુલભાઈ દુધાતે મુલાકાત લઈ વિદ્યાર્થીઓની કૃતિ તથા શિક્ષકોની મહેનતને બિરદાવેલ. પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના ઇન્ચાર્જ આચાર્યા હેતલબેન ચોટલીયા એ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શન આપનાર ધોરણ છ થી આઠ ના શિક્ષક ગણને અભિનંદન આપેલ .રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબર ચાવડા વૈભવ ,દ્વિતીય નંબર બગડા નમન તથા નિશાદ આકાશ તેમજ તૃતીય નંબર સરિયા રવિ ની ટીમે મેળવેલ.

જ્યારે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નિર્માણમાં પ્રથમ નંબર ચાવડા વૈભવ, દ્વિતીય નંબર ટાંક હેત તેમજ તૃતીય નંબર ચૌહાણ અલ્ફાઝ તેમજ સુસરા હિરેને પ્રાપ્ત કરેલ. નિર્ણાયક તરીકે હેતલબેન ચોટલીયા તથા નયનાબેન વાઘેલાએ સેવા આપેલ.ભાગ લેનાર તમામ બાળકોને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે .આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ
બિપીન પાંધી સાવરકુંડલા

