Gujarat

બોડેલીમાં રેશનિંગ દુકાનદારોની હડતાળ, સરકાર સામે માંગ

કમિશન સહિતની પડતર માંગણીઓ સંતોષવા રવિવારના દિવસે સેવાસદન પહોંચી  સૂત્રોચ્ચાર કર્યા
બોડેલી સેવાસદન ખાતે રેશનિંગ દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રવિવાર હોવા છતાં, બોડેલી તાલુકાના ૭૦ જેટલા રેશનિંગ દુકાનદારોએ તેમની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દુકાનદારો ૧ નવેમ્બરથી શરૂ થયેલી રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો કરવાનો સમાવેશ થાય છે. દુકાનદારોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતું કમિશન ખૂબ ઓછું છે.
બોડેલી તાલુકા ના દુકાનદારો આ હડતાળમાં જોડાયા છે. તેમણે સેવાસદન ખાતે એકઠા થઈ પોતાની તમામ પડતર માંગણીઓ સંતોષવા માટે સરકારને અપીલ કરી હતી અને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર