છેલ્લા ૫૫ વર્ષથી આ સંસ્થા દ્વારા જુનાગઢ ખાતે મહા શિવરાત્રી મેળામાં ભાવિકો માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલી કબીર ટેકરી આશ્રમ દ્વારા જુનાગઢ ખાતે ભવનાથ મેળામાં મહાશિવરાત્રી નિમિત્તે ચા પાણી, ભોજન ફરાળ, પાગરણ સમેત વ્યવસ્થા ધરાવતી રાવટી શરૂ
મહાશિવરાત્રી દરમિયાન જુનાગઢ ખાતે આ પરંપરા ૧૯૭૦થી અવિરત શરૂ છે. આ મહાશિવરાત્રીના મેળામાં હજારો લોકો આવે છે અને આ વ્યવસ્થાનો લાભ લે છે. . કબીર ટેકરી આશ્રમ દ્વારા મહાશિવરાત્રી મેળામાં જુનાગઢ આવતા યાત્રાળુ, શ્રદ્ધાળુ, સંતો માટે ભજન, ભોજન સાથે ઉતારા માટે રાવટી કબીર ટેકરીના મહંત નારાયણદાસ દ્વારા કાર્યરત થયું છે.
સાવરકુંડલાની કબીર સંપ્રદાયની ધાર્મિક સંસ્થા કબીર ટેકરી આશ્રમ દ્વારા શિવરાત્રી મેળામાં જુનાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓને રહેવા જમવાની સગવડતા મળી રહે તે હેતુથી ૧૯૭૦થી રાવટી શરૂ છે. તે સેવાને હાલના કબીર ટેકરીના મહંત પ. પૂ. નારણદાસ સાહેબ પણ વર્તમાન સમય અનુસાર વધુ સુવિધા સાથે અવિરત પણે જૂનાગઢ ભવનાથ ખાતે કબીર ટેકરી સાવરકુંડલાનો ઉતારો ચાલુ રાખી મેળામાં આવતા શ્રદ્ધાળુને આશીર્વાદ રૂપ બની રહ્યા છે.
છેલ્લા ૫૫ વર્ષથી ભવનાથ તળેટીમાં આનંદ મંદિર સામે સગર જ્ઞાતિવાડી પાસેના પુલ નીચે વિશાળ જગ્યામાં આ રાવટી ઊભી કરવામાં આવે છે.
શિવરાત્રીના પર્વમાં એક સપ્તાહ સુધી ભજન સાથે ચા, પાણી, ભોજન પ્રસાદ અને પથારી પાગરણની તમામ સુવિધા યાત્રાળુઓને પૂરી પાડવામાં આવે છે. કબીર ટેકરીના મહંતની ભાવના છે કે રાવટીએ આવનાર એક પણ શ્રદ્ધાળુ ચા, નાસ્તો ફરાળ, ભોજન પ્રસાદ, સરબત, ઠંડા પીણાં વગર ન રહે અને તે માટે મહંત પોતે જ રાવટી ખાતે હાજર રહી સ્વયંસેવકોને માર્ગદર્શન આપી રહ્યા છે.
આ રાવટીમાં સતત એક સપ્તાહ સુધી કબીર ટેકરીના સંતો, સેવકો અને અનુયાયીઓ યાત્રાળુઓની સેવા સરભરા કરે છે. આ માટે કબીર ટેકરી દ્વારા આગોતરૂ આયોજન કરી પથારી, પાગરણ, ઘી, તેલ, અનાજ, કઠોળ, ફરાળ, શાકભાજી, લોટ સહિતનું રેશન જુનાગઢ ખાતે પહોંચાડી રાવટી તૈયાર કરી દેવામાં આવી છે.
બિપીન પાંધી સાવરકુંડલા