Gujarat

મોટીખાવડી વિસ્તારમાં રખડતા પશુઓને અકસ્માતથી બચાવવા રિફ્લેક્ટર બેલ્ટ લગાવાયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગે પશુઓની સુરક્ષા માટે નવતર પહેલ શરૂ કરી છે. કંપનીના કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાત્રિના સમયે થતા અકસ્માતોથી પશુઓને બચાવવા માટે તેમને રિફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 600થી વધુ પશુઓને આ સુરક્ષા બેલ્ટ લગાવવામાં આવ્યા છે

મોટી ખાવડી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ગરવાભાઈ મોરી અને ઉપસરપંચ હેમુભા જાડેજાના નેતૃત્વમાં સ્થાનિક લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે. ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો સહિત યુવાનો પણ આ સેવાકીય કાર્યમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.

આ અભિયાન હવે જામનગર અને દ્વારકા તરફના રસ્તાઓ પર તેમજ આસપાસના ગામોમાં પણ વિસ્તારવામાં આવશે. આ પહેલથી રાત્રે રસ્તા પર રખડતા પશુઓની સુરક્ષા વધશે અને અકસ્માતોને રોકી શકાશે.