Gujarat

વંથલી તાલુકાના લુવારસર ગામે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સને. ૨૦૨૩- ૨૦૨૪ ના વર્ષમાં થયેલ કામોની સમીક્ષા તથા મૂલ્યાંકન બાબતે ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને સામાજિક ઓડિટ ગ્રામસભા યોજાઈ

વંથલી તાલુકાના લુવારસર ગામે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સને. ૨૦૨૩- ૨૦૨૪ ના વર્ષમાં થયેલ કામોની સમીક્ષા તથા મૂલ્યાંકન બાબતે ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને સામાજિક ઓડિટ ગ્રામસભા યોજવામાં આવેલ. જેમા જિલ્લા સામાજિક ઓડિટરશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, સરકારશ્રીની વિવિધ યોજનાઓના સબંધિત કર્મચારીશ્રીઓ, ટી.આર.પી તથા વિ.આર.પી.શ્રીઓ, ગ્રામ્ય તકેદારી સમિતીના સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ. સને. ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષમાં થયેલ કામોની રૂબરૂ મુલાકાત લઈ અને વિ.આર.પી.શ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલનું ટી.આર.પી.શ્રી દ્વારા આજની આ ગ્રામસભામાં વંચાણ કરવામા આવેલ. તેમજ થયેલ કામોને લગત જરૂરી રેકર્ડ ગ્રામજનોના નિરીક્ષણ માટે ખુલ્લૂ મૂકવામાં આવેલ.

તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર