Gujarat

સોશિયલ મીડિયા પર લોકોની ધાર્મિક અને સામાજિક લાગણી દુભાઈ તેવા તેમજ અભદ્ર, એલફેલ અને બીભત્સ વાણીવિલાસ કરતા, નફરત ફેલાવતા તમામ કસુરવારો સામે કાયદાકીય રાહે કામ ચલાવી દંડ અને સજા કરવી તેમજ તેમના આઈડી બ્લોક કરવા અંગે

સવિનય સાથ જણાવવાનું કે, હાલે ડીજીટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે મોટાભાગે તમામ બાબતો વહેલા મોડી સોશિયલ મીડિયામાં વહેતી થઇ જાય છે જે ખુબ થોડા સમયમાં લાખો, કરોડો લોકો સુધી પહોચી જાય છે.
સનાતન ધર્મના કોઈપણ શાસ્ત્રમાં કોઈપણ ધર્મની લાગણી દુભાઈ એવું કહેલુ કે લખેલું જણાય આવતું નથી. જયારે ઘણા ધર્મમાં એવું જોવા સાંભળવા અને ધ્યાનમાં આવ્યું છે જ્યાં પણ શિવાલય જોવામાં આવે ત્યાં આદરભાવ સાથે મસ્તક નમાવવું, તેમને પૂજ્ય માનવા, શ્રાવણ માસમાં શિવ પૂજન કરવું અને કરાવવું. જે દેવાધિદેવ મહાદેવનું આદિકાળથી અસ્તિત્વ અને તેમનું અદકેરું સ્થાન જણાવે છે.
બ્રહ્મા સૃષ્ટિના રચિયતા (GROVER), વિષ્ણુ સૃષ્ટિના ચલાવનાર (OBSERVOR) અને મહેશ-મહાદેવ જીવ સૃષ્ટિનો નાશ કરી નવું સર્જન કરનાર  (DESTORYER) અખિલ બ્રહ્માંડને ચલાવે છે, જેને અમુક દેશમા GOD ના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે. આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દુનિયામાં અલગ અલગ નામથી ઓળખાય છે અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે છે.
ત્યારે, છેલ્લા થોડા સમયથી હિંદુ દેવી – દેવતાઓને અને સનાતન ધર્મને નીચો દેખાડવાની જાણે કે હોડ (ફેશન) ચાલી રહ્યો હોય તેવું જણાય આવે છે. જે સનાતાનીઓની પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને લાગણી પર વ્રજઘાત સમાન પ્રહાર છે.
અમુક સમુદાયના તેમજ ખાસ કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ અને લોકો તો જાહેરમાં એટલી હદે એલફેલ બોલતા ભાષણો અને વાતો કરે છે કે જાણે તેમને સનાતન ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવા-બોલવાની સિવાયનું કોઈ કામ જ ન હોય. જેના લીધે છાસવારે એક એકથી ચડિયાતા એલફેલ બોલતા, વાણીવિલાસ કરતા વિડીઓ સોશિયલ મીડીયામાં જોવા મળે છે.
તે ઉપરાંત અમુક કલાકારો અને સોશિયલ મીડિયા પ્રેમીઓ કાનમાંથી કીડા ખરે, જાહેરમાં, પરિવાર સાથે કે બાળકોની હાજરીમાં સાંભળી ન શકાય એવા એલફેલ, અભદ્ર અને બીભત્સ પ્રકારના વાણીવિલાસ કરવામાં ગાજ્યા જાય નહિ એવા વિડીઓ વિવિધ સોશિયલ મીડીયામાં છાસવારે વહેતા જોવા મળે છે.
આવા વિવિધ પ્રકારના સોશિયલ મીડિયામાં વહેતા વિડીઓ ભાષણોથી સમાજની શાંતિ ડહોળવાઈ શકે એમ હોય આવા વિડીઓમાં ઝેરઓકતા લોકોને ગોતી તેમની ખરાઈ કરી તાત્કાલિક અસરથી તેમના સોશિયલ મીડિયાની ચેનલો, સોશિયલ મીડિયાના આઈડી બ્લોક કરી આવા વિડીઓ દુર કરવા જોઈએ. તેમજ સમાજના મોટા વર્ગના લોકોની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાવવાના પ્રયાસ બદલ તેમજ સમાજની શાંતિનો ભંગ કરવા જેવા કૃત્યો બદલ તેમના સામે ભારતના વિવિધ કાયદાઓ હેઠળ સરકારે સ્વયં ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી કાયદાકીય રાહે પગલા ભરી કસુરવારો તમામ સામે દંડ અને સજાનો દંડો ઉગામવો જોઈએ જેથી સમાજમાં શાંતિ જળવાય રહે જેથી ભવિષ્યમાં આવી બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે.ઉપરાંત મન ફાવે એમ બોલીને પછી માફી માંગી લેવી એ વાતનો લાભ લઇ ગમે તે ગમે તેને જેમ ફાવે તેમ બોલી માફી માંગી લે શું એટલું પુરતું છે ?
સનાતન ધર્મને માનતા ન હોય એ હિંદુ ધર્મ અને તેના દેવી દેવતાઓ વિષે એલફેલ નથી બોલતા એટલું તો સનાતન ધર્મ અને હિંદુ ધર્મને માનવા વાળાઓ બોલે છે ખુબજ દુઃખની વાત છે. ત્યારે ખાલી પુસ્તકોમાં પોતાને સર્વોપરી લખી બતાવવાથી કોઈ સર્વોપરી નથી થઇ જતું સર્વોપરી માત્રને માત્ર મહાદેવ છે કે જેને દેવાધિદેવ તરીકે ઓળખવામાં આવે છે જે આખું જગત સ્વયં માને છે.
સોશિયલ મીડિયા પર ધાર્મિક અને સામાજિક લાગણી દુભાવતા ગુનાઓ માટે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act) ની વિવિધ જોગવાઈઓ જેમકે,
ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ધર્મ, જાતિ, વંશ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિતાને ખલેલ પહોંચાડવા સંબંધિત કૃત્યો. જાણીજોઈને અને દૂષિત ઇરાદાથી કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કૃત્યો. એવા નિવેદનો અથવા અફવાઓ ન ફેલાવવી કે જે જાહેર તોફાનોનું કારણ બની શકે તે સંબંધિત કૃત્યો.
માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act) હેઠળની જોગવાઈઓ જે ઓનલાઈન સામગ્રી સંબંધિત લાગુ થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અભદ્ર સામગ્રી પ્રકાશિત કરવા અથવા પ્રસારિત કરવા સંબંધિત કૃત્યો ઉપરાંત, સાયબર ક્રાઈમ સંબંધિત અન્ય જોગવાઈઓ પણ સરકારશ્રીના નિયુક્ત લીગલ એડવાઈઝરો દ્રારા લાગુ થઈ શકે છે.
હાલે આપણો દેશ ડીજીટલ ક્ષેત્રે સક્ષમ હોય દેશના વિશાળ જનસમુદાયને ધ્યાનમાં રાખી વિવિધ સોશિયલ મીડિયામાં જોવા મળતા તમામ માહિતી, મીડિયાની ખરાઈ કરી સમાજની શાંતિ ડહોલવાનો પ્રયાસ કરતા વાણી વિલાસ કરતા અને લોકોની ધાર્મિક લાગણી અને શ્રદ્ધા સાથે ખિલવાડ કરતા અને સનાતન ધર્મના દેવી દેવતાઓનું હળાહળ અપમાન કરતા તેમજ સોશિયલ મીડીયમા અભદ્ર અને બીભત્સ વિડીઓ બનાવી મુકતા તમામ ને ગોતી કાઢી તેમની સામે ભારતના વિવિધ લાગુ પડતા કાયદા અન્વયે કડક પગલા લેવા આપશ્રી પાસે લોકોવતી માંગ છે. ઉપરોક્ત વિવિધ વિષયને ધ્યાને રાખી લગત વિભાગને ધોરણસરની અને નિયમો અને જોગવાઈઓ મુજબની કામગીરી કરવાની હોય અમોની આ રજુઆતને જ નિવેદન ગણી (નિવેદન લેવાનો આગ્રહ રાખ્યા વિના) લાગુ પડતા વિવિધ કાયદાઓ, જોગવાઈઓ, નિયમો વગેરે હેઠળ ધોરણસરની કામગીરી હાથ કરશો. તેમજ કરેલ કામગીરીની સંસ્થાને લોકહિતમાં જાણ કરવા વિનંતી.
(અધ્યક્ષ-સદેવંત આર. મકવાણા)