૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના ,૭૬માં પ્રજાસત્તાક દિન નિમીતે શ્રી પી.પી.એસ.
હાઇસ્કૂલ-વંડામાં જોર શોર અને હર્ષોલ્લાસ સાથે ધ્વજ વંદન કાર્યક્રમ ઉજવાયો.આ પ્રસંગે શાળાના મે.ટ્રસ્ટી મનજીભાઇ બાપા તળાવિયા , મંત્રી કાંતીભાઇ પાંચાણી, શ્રી અરર્વિંદભાઇ તળાવિયા,પોસ્ટઓફીસ સ્ટાફ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ. શાળાના બાળકો દ્રારા સુશોભન, સફાઇ વિગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.

ભોયા સાહેબના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામા આવ્યુ તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડટ્સ ,સમગ્ર કર્મચારી ભાઇ બહેનો અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ સલામી તેમજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.આપી હતી. પીયુષભાઇ વ્યાસે તેમજ ભોયા સાહેબે પ્રજાસત્તાક પર્વને ઉદ્દેશીને વકત્વ્યો આપ્યા હતા.આ તકે શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે વિદ્યાર્થી ભાઇ બહેનોને શુભેચ્છા સંદેશ સાથે ગણતંત્રની શુભકામનાઓ પાઠવી હતી. શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ તેમજ શ્રી વિવેકાનંદ પ્રાથમિક વિદ્યાલયના બાળકોએ દેશભક્તિ ગીતો તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. મે.ટ્રસ્ટી મનજીભાઇ તળાવિયાએ બાળકોને દેશના વિકાસમાં સહભાગી થઇ વ્યકિત સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજાવ્યું હતુ તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આગામી સમયમા શાળામાંથી નિવૃત્તિ લઇ રહેલ કર્મચારીશ્રી પીયુષભાઇ વ્યાસે ૫૧૦૦૦/-,શ્રી રમેશભાઇ ભોયાએ ૫૧૦૦૦/-, તેમજ શ્રી ભાવેશભાઇ સોનપાલે ૫૧૦૦૦/- શાળા વિકાસ માટે સંસ્થાને રકમનું દાન કર્યુ તે બદલ તેમનોઆભાર વ્યક્ત કર્યો હતો.

વાલી મંડળના પ્રમુખ અરવિંદભાઇ તળાવિયાએ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ના વિધાર્થીઓના વિદાય પ્રસંગે નાસ્તા માટે રૂ.૫૦૦૦/- આપ્યા હતા. તમામ બાળકોને કાર્યક્રમને અંતે દુષ્યંતભાઇ સોલંકી (હરી ઓમ મેડીકલ –વંડા) તરફથી સર્વેને મીઠાઇ વિતરણ કરવામાં આવ્યું હતુ .ભારત એટલે શું ? તેની સમગ્ર થીમ પર શબ્દોને અલંકારિક શણગારો દ્વારા પુર્વભૂમિકા અને સંબોધન વડે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન અલ્પાબહેન હીરપરાએ કર્યુ હતુ. પ્રજાસત્તાક ભવ્ય ઉજવણી દરમિયાન શાળાના સમગ્ર કર્મચારીગણે ખૂબ ઉત્સાહપૂર્વક કરી હતી. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

