Gujarat

સમસ્ત વાણંદ સમાજ, કોડીનાર દ્વારા પંદરમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન લગ્ન માટેની નોંધણી વહેલી તકે કરવા વિનંતી

કોડીનાર સમસ્ત વાણંદ સમાજ, દ્વારા સમૂહ શુભકાર્યને લઈને આ વર્ષે પંદરમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગ સંવત ૨૦૮૨, માગશર વદ બીજ, શનિવાર, તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાવાનું નિર્ધારિત થયેલ છે.

કાર્યક્રમની વિશેષતાઓ

આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા વર-કન્યાના માતાપિતાને વિનંતી છે કે તેઓ સમયસર નોંધણી કરી દેવી.

ફી આખી રકમ ₹ ૮,૫૫૧/- (આઠ હજાર પાંચસો એકાવન રૂપિયા) રહેશે.

લગ્નમાં માત્ર ૨૧ જોડી સુધીની મર્યાદા રહેશે (જેમ પહેલા નોંધણી કરે તેમ પહેલો લાભ), જેથી બધાને જણાવવામાં આવે છે કે વહેલી તકે નોંધણી પૂર્ણ કરે.

ફોર્મ ભરવાની તારીખ અને સમય

તારીખ: ૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર

સવારના ૧૦:૦૦થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી

નોંધ: લગ્ન ફોર્મ મેળવવા માંગતા ઓએ આયોજન કરતા દશ (૧૦) દિવસ પહેલા કાર્યાલયથી ફોર્મ મેળવી લેવું.

સંપર્ક માટેના

પ્રમુખ: શ્રી પરમાર દેવજીભાઈ નાનજીભાઈ

મો. 92750 28194

કાર્યાલય: ઓમ હેર આર્ટ, વેલનાથ વેલ્ડિંગ સામે, કોડીનાર

ચુડાસમા જયશુખભાઈ ગોવિંદભાઈ 82644 92328

ચુડાસમા કિરણભાઈ ધીરુભાઈ 99985 84703

સમસ્ત સમાજજનોએ આ પુણ્યમય કાર્યમાં વધુમાં વધુ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવાની સૌને હાર્દિક અપીલ છે.

પરેશ લશ્કરી