આજના સમયમાં, જ્યારે સત્તાના સંસ્થાઓ સત્યને દબાવવા માટે સજ્જ હોય છે, ત્યારે એક પત્રકારની જવાબદારી દોવાઈ નહીં શકે. પત્રકાર એક માત્ર એવું માધ્યમ છે જે સત્યને જનતાની સામે મૂકવાનો સાહસ કરે છે. મારા માટે પત્રકારત્વ માત્ર વ્યવસાય નથી, તે એક સંકલ્પ છે – એક લડાઈ છે, એવા તત્વો સામે જે પોતાની હુકમશાહી દ્વારા કાયદાને નચાવવા માગે છે.
મારે કાયદાના રખેવાળો ને, જે પોતે બંધારણનો રક્ષક છે પણ ઘણીવાર ભુલ કરે છે, એને એ જ બંધારણના જ્ઞાન દ્વારા તેનો પથ બતાવવો છે. એ માટે ભલે મારે વિરોધ સહન કરવો પડે, ભલે મારી પર દબાણ આવવું, પણ હું મારા કલમ અને અવાજના શસ્ત્રથી અંત સુધી લડીશ.
સત્ય અસ્તિત્વનું બીજ છે, અને એક પત્રકાર એ બીજને રોપવાનું કામ કરે છે. હું તે પત્રકાર છું – જે ન્યાયની માંગ માટે પાછો નથી પડતો, અને જે શાસનની ગર્જના સામે પણ અવાજ ઉઠાવવાનું દમ રાખે છે.
પત્રકાર વિક્રમ સાખટ,