લાલપુર તાલુકાના માર્ગોના રીસર્ફિશિંગ કામનું ગઈ કાલે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. લાલપુર-જામજોધપુર સીટના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ ₹375 લાખના ખર્ચે થનારા આ ડામરિંગ કામનો પ્રારંભ કરાવ્યો હતો.

લાલપુર તાલુકાના મોટી વેરાવળ, રામપર, ખાંભાવાવ અને ગાંગાવાવ જેવા મુખ્ય માર્ગો વર્ષોથી ખરાબ હાલતમાં હતા. આને કારણે ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

ખાસ કરીને ચોમાસા દરમિયાન આ માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી વરસાદના કારણે પડેલા ખાડાઓ અને ખરાબ રસ્તાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન હતા.

ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ માર્ગોનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

આ કામગીરીથી વાહનચાલકો અને રાહદારીઓને મોટી રાહત મળશે.

આ માર્ગો આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડે છે અને તેના પરથી દરરોજ હજારો વાહનચાલકો અવરજવર કરે છે.

