Gujarat

ધ્રોલના ભૂચર મોરીના મેળામાં અંતિમ દિવસે છેક સાંજે રાઇડસને મંજુરી મળી

ધ્રોલનાં ભૂચર મોરીનાં મેદાન માં યોજાતા ત્રિ દિવસીય લોકમેળામાં રાઈડસની મંજુરી મળી ન હતી. રાઈડર્સ મજુરી ન હોવાથી લોકોએ રાઇડર્સ વિના મેળો માણ્યો હતો. અંતે મેળાનાં અંતિમ દિવસે છેક સાંજે મંજુરી આપતા રાઈડસ ચાલુ થઈ હતી. ધ્રોલના ઐતીહાસીક ભૂચરમોરીના મેદાન પર શ્રાવણ વદ તેરસ, ચૌદસ અને અમાસ એમ ત્રણ દિવસ લોકમેળો યોજાય છે. આ મેળામાં સ્થાનિક ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડે છે.

ધ્રોલ નગર પાલિકા આયોજિત આ લોકમેળામાં રાઈડર્સની મંજૂરીનું પ્રકરણ ટલ્લે ચડ્યું હતું. આથી રાઈડસ ચાલુ થઈ શકી ન હતી. મંજુરી માટે સંચાલકો એ ભારે મથામણ કરી રજુઆતો કરી હતી.

રાઈડસ ચાલુ ન થતા રાઈડસ ધારકોને મોટી નુકશાની વેઠવી પડે તેમ હતી. હજારો લોકો એ રાઈડસ વીના મેળો માણ્યો હતો. પરંતુ રાઈડસ વિના મેળાની રોનક ફીક્કી લાગતી હતી. પરંતુ મેળાનાં અંતિમ દિવસે સાંજે મંજુરી મળતા રાઈડસ ચાલુ થઈ હતી. મેળાનાં અંતિમ દિવસે છેક સાંજે લોકો એ રાઈડસ નો આનંદ માણ્યો હતો.