Gujarat

શહેરમાં રિવરફ્રન્ટનો સર્વે શરૂ, ડીમાર્કેશન કરાયું, દબાણો દૂર થશે

જામનગરમાં રંગમતી-નાગમતી નદી પર રૂ.600 કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાની કામગીરીના અનુસંધાને મનપાની 20 ટુકડી દ્વારા શુક્રવારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 20 ટુકડી દ્રારા સર્વે અંતર્ગત ડીર્માકેશન શરૂ કરાયું છે.

ત્યારબાદ દબાણકર્તાઓને નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવશે. સર્વેની કાર્યવાહી સપ્તાહથી વધુ સમય ચાલશે. જામનગરની પ્રાચીન રંગમતી- નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીએ ગતિ પકડી છે. કારણ કે, જામ્યુકો દ્વારા શુક્રવારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મનપાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી ઉપરાંત અનવર ગજણ, ફાયર શાખા, ટીપી ડીપી શાખા વગેરેના 20 કર્મચારીઓની ટીમ દ્રારા કાલાવડ નાકા બહારથી નાગેશ્વર સુધીના નદીના પટના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરીમાં ડીમાર્કેશન કરવામાં આવી રહ્યું છે.

રિવરફ્રન્ટની જગ્યામાં ખડકાયેલા દબાણનો સર્વે કરીને ટૂંક સમયમાં જગ્યા ખાલી કરી દેવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવશે. રંગમતી-નાગમતી નદી પર રૂ.600 કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવામાં આવશે