મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘુનડા ગામની સીમમાં લક્ષદીપ કારખાના નજીક માટી નીચેથી એક નવજાત બાળક જીવિત હાલતમાં મળી આવ્યું છે.
સ્થાનિક લોકોને વીડી વિસ્તારમાંથી રડવાનો અવાજ સંભળાયો હતો. માટી ખોદતાં નીચેથી જીવતું બાળક મળ્યું હતું. જે જગ્યાએ બાળકને દાટવામાં આવ્યું હતું, ત્યાં મીઠું પણ નાખવામાં આવ્યું હતું. બાળકને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, બાળક માત્ર ત્રણ-ચાર દિવસનું છે. ટંકારા પોલીસે અજાણી મહિલા અને આ કૃત્યમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. બાળકને જમીનમાં દાટી દેનાર આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલમાં બાળક પોલીસની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યું છે. આ કેસની તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના PSI વાય.એસ.પરમાર કરી રહ્યા છે. પોલીસે આરોપીઓને શોધવા માટે વિસ્તારમાં તપાસ તેજ બનાવી છે.

