પ્રથમ મહેમાનો હસ્તે દીપ પ્રાગટય કરવામા આવેલ માંગરોળ ખાતે પર્યાવરણ ક્ષેત્ર મા સતત કાયઁરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લીમડાચોક ખાતે લગભગ 3000 હજાર જેટલા ચકલી ઘર, પાણી ના કુંડા,ચણદાણી નુ વિતરણ કરેલ જેમા પુઠા ના તેમજ માટી ના માળા કુંડા નુ પણ વિતરણ કરેલ આ કાર્યક્રમ દરમિયાન ગદ્રે મરીન ચોરવાડ થી વિજયભાઈ પંચોલી સાહેબ, ચંદ્રેશભાઈ રાઠોડ તેમજ પ્રવિણભાઈ રાઠોડ, પી.આઈ. દેસાઈ સાહેબ, જે.જે.સી ફુડ ના નારણભાઈ ખેતલપાર, માંગરોલ નોકરિયાત સહકારી મંડળીના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા,નાથાભાઈ નંદાણિયા, વકીલ કાનાભાઈ ચાવડા તેમજ નારી શક્તિ મંડળના કાર્યકર બહેનો અને પત્રકાર મિત્રો સહિત અન્ય આગેવાનોએ ખાસ હાજરી આપેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ નરેશભાઇ ગૌસ્વામી તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ

