Gujarat

સમી ખાતે “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” નિમિત્તે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ નું આયોજન..

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” અંતર્ગત ‘સંસ્કૃત ગૌરવ યાત્રાનું’ આયોજન સમીની પી.આર પરમાર હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.

સમી તાલુકાની પ્રાથમિક કુમાર શાળા-1 અને 2,મોડલ સ્કૂલ,આઇ.યુ.બી કન્યા વિદ્યાલય,માધ્યમિક શાળા સમી, સાયન્સ સ્કૂલ અને પી આર પરમાર હાઇસ્કુલ ઉપરોક્ત તમામ શાળાઓએ સાથે મળીને આ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં સૌ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણનું મહત્વ પ્રદાન કરવા,સંસ્કૃત ભાષાનું ગૌરવ,સંરક્ષણ સંવર્ધન અને પ્રચાર,પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શુભ શરૂઆતમાં પી.આર પરમાર હાઈસ્કૂલના આચાર્યશ્રી ભાવસંગજી ઠાકોર સાહેબ દ્વારા સૌ મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય અને સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે આઈ.યુ.બી કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.પ્રાથમિક કુમાર શાળા 1 અને 2 ના સૌ દીકરાઓ અને આઇ.યુ.બી કન્યા વિદ્યાલયની દીકરીઓએ ગુરુ વશિષ્ટ અને શિષ્ય,ઋષિ,મીરાબાઈ,સરસ્વતિ માતા,રામ-લક્ષ્મણ-સીતા જેવા વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે આઇ યુ બી કન્યા વિદ્યાલયની દીકરી મુબશશરા કાઝી એ સંસ્કૃતનું પ્રતિજ્ઞાપત્ર અને શિવ સ્તુતિ રજૂ કરી હતી જ્યારે શાહિલકુમાર વીરતીયાએ દેવોની ભાષા સંસ્કૃતના ઇતિહાસ વિશે પોતાના વિચાર રજૂ કર્યું હતું.

આ પ્રસંગે સમી તાલુકાના મામલતદાર શ્રી પરમાર સાહેબે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે મુખ્ય મહેમાન શ્રી ગૌ ભક્ત લાભશંકર રાજગોર સાહેબે વેદકાલીન શિક્ષણના ગુરુ-શિષ્ય સંબંધ અને સંસ્કૃત ભાષાના મહિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતમાં મહેમાનશ્રી સંસ્કૃત ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

જેમાં સૌ શાળાના વિદ્યાર્થીઓ અને મહેમાનશ્રીઓ સાથે રહીને રેલી સ્વરૂપે સમી ગામની અંદર આ ગૌરવ યાત્રા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમી તાલુકાના મામલતદાર શ્રી અનિલભાઈ બી પરમાર સાહેબ,શ્રીમતિ વિપુલાબેન પટેલ (જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ADI), શ્રી જયેશભાઈ દુદખીયા(પ્રમુખ શ્રી,સમી તાલુકા સેવા સંઘ),શ્રી સુરેશભાઈ દવે (આચાર્યશ્રી:મોર્ડન સ્કૂલ, સમી), શ્રીમતી નિમિષાબેન પરમાર (આચાર્ય:આઈ યુ બી કન્યા વિદ્યાલય), શ્રીઅશ્વિનભાઈ (BRC, સમી),શ્રી વિપુલભાઈ પટેલ(આચાર્યશ્રી:સાયન્સ સ્કૂલ),શ્રી અનિલભાઈ નાડોદા(આચાર્ય શ્રી:સમી માધ્યમિક શાળા),શ્રી સંજયભાઈ ઠાકોર (જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી), શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ કડિયા,બાલસંગજી ઠાકોર,કમલેશભાઈ પરમાર,રીંકલબેન ચૌધરી,હેતલબેન પટેલ,સાજીદભાઈ મન્સૂરી, ઘનશ્યામસિંહ વાઘેલા તેમજ અન્ય શાળાના શિક્ષકશ્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ શ્રી વિપુલભાઈ પટેલે કરી હતી.

રિપોર્ટર. સુરેશભાઈ પરમાર સમી