Gujarat

અમરેલીમાં પૂ . સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો

અમરેલીમાં વિશ્વાસ આઈકોન, ચક્કરગઢરોડ, બાયપાસ પાસે   સત્સંગ સમારોહનું આયોજન કરાવામાં આવ્યુ હતું   તા.૦૭/૦૩/૨૫ને શુક્રવારે રાત્રે ૮.૩૦ કલાકે બ .પૂ.પા .સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં અનન્ય ચરણોપાસક સદશિષ્ય પૂ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું અમરેલી ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
 
જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ.ભોલાનંદ સરસ્વતીજી મહારાજ પ્રવચન આપતા કહ્યું હતું કે આધ્યાત્મિકતા વડે માનવીઓનો જીવનમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થાય છે શિવપૂજાથી મન શુદ્ધ થાય છે અને વ્યક્તિ પાપમાંથી મુક્તિ મેળવે છે.
વાલિયો લુટારામાંથી વાલ્મિકી,મહાનંદા અને ધૂશમાના ઉદાહરણ આપીને સદાશિવની ભક્તિનો મહિમા દર્શાવ્યો હતો.ગળામાં
રૂદ્રાક્ષ, લલાટમાં ભસ્મ અને મુખમાં ૐ નમઃ શિવાયનું નામ લેવાથી માનવજીવન ધન્ય થાય છે .
બિપીન પાંધી સાવરકુંડલા