સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શનથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત વોર્ડ નંબર ૩ માં આજરોજ નાકરાણીના મઢ ખાતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી,ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ નગરપાલિકાના તમામ શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં સ્થાનિક રહીશો દ્વારા ૪૦ થી વધારે પ્રશ્નો મૂકવામાં આવ્યા. જેમાંથી સ્થળ પર જ અમુક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું અને બીજા પ્રશ્નોનું થોડા દિવસોમાં નિરાકરણ લાવી આપવાની ખાતરી અને બાંહેધરી આપવામાં આવી હતી.

આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ ,નગરપાલિકા સદસ્ય શ્રી ગૌતમભાઈ સાવજ, કમલેશભાઈ રાનેરા, પીયૂષભાઈ મશરૂ,હેમાંગભાઈ ગઢિયા,જીગ્નેશભાઈ ટાંક,અજયભાઈ ખુમાણ, મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેણા,ભાવેશભાઈ વિકમા,પ્રણવ વસાણી સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા

નગરપાલિકાના આ નવતર પ્રયોગને સ્થાનિક રહીશોને દ્વારા બિરદાવ્યો હતો અને આવી જ કામગીરી કરતા રહો તેવી રહીશો દ્વારા શુભકામના આપવામાં આવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

