શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા ગંભીર ગુન્હામા કન્વીક્શન રેશીયો વધારવા અને આરોપીઓને વધુમા વધુ સજા થાય જે સબબ સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી વલય વૈધ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા નાઓની સુચના અને માર્ગદર્શન આપવામા આવેલ.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ના ગુન્હા નંબર ૧૧૧૯૩૦૫૩૨૩૦૩૭૬/૨૦૨૩ આઇ.પી.સી.ક.-૩૭૬(ર) (જે)(એન) તથા પોકસો એકટ ક.-૪,૬,૮,૧૦,૧૮ મુજબ સગીરવયની દીકરી સાથે દુષ્કર્મનો ગુન્હો તા-૦૬/૧૧/૨૦૨૩ ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ જેની તપાસ પો.ઇન્સ.શ્રી પી.એલ.ચૌધરી દ્વારા કરવામાં આવેલ તથા તપાસ મદદ સહાયક પો.સ.ઇ.શ્રી આર.એલ.રાઠોડ, રાયટર એ.એસ.આઇ.શ્રી જયદીપસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.શક્તિસિંહ વાઘેલા અને હેડ કોન્સ.મીહીરભાઇ ચુડાસમા નાઓએ જીણવટપુર્વક તપાસ કરી સજ્જડ પુરાવા એકત્ર કરી નામદાર કોર્ટમા આરોપી વિરુધ્ધ ચાર્જશીટ કરેલ જે નામ.એડી.સેસન્સ (સ્પે.પોકસો) કોર્ટ સાવરકુંડલાના પોકસો કેસ નં ૦૧/૨૦૨૪ થી ચાલતા સદર કેસમા તપાસ કરનારે એકત્ર કરેલ પુરાવાઓ તથા સરકારી વકીલશ્રી વી.ડી.વડેરા નાઓની ધારદાર દલીલ અને કોર્ટ ડ્યુટી પો.કોન્સ. સુમૈયાબેન બીલખીયાના સાક્ષી તથા ભોગ બનનારને મુદત તારીખે આપેલ માર્ગદર્શન આધારે નામ.એડી.સેસન્સ કોર્ટ ના જજ સા.શ્રી સચીન એસ.સી.સેઠી સાહેબ નાઓની કોર્ટમાં ચાલતા સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ આધારે તા-૧૪/૦૨/૨૦૨૫ના રોજ આરોપી છનાભાઇ બીજલભાઇ પાટડીયા રહે સાવરકુંડલા, શીતળામાતાના મંદીર પાસે, સાવરકુંડલા જી.અમરેલી વાળા ને ૨૦ વર્ષની કેદ તથા વળતર પેટે રૂ.૬,૦૦,૦૦૦/- ભરવા અંગે સજા ફરમાવેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા

