દેવભૂમિ દેવળીયા ખાતે શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
અમરેલી ના દેવભૂમિ દેવળીયા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ ૨૦૨૫/૨૬ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજરોજ તા.૨૭/૦૬/૨૫ ના દિવસે આંગણવાડીના ૧૬ બાળકો દેવભૂમિ દેવળીયા પ્રા.શાળાના બાલ વાટીકા ના.૧૭ બાળકો તેમજ માધ્યમિક શાળા ધોરણ ૯ ના ૧૯ બાળકોનો પ્રવેશ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા રૂટ અધિકારી કમલભાઈ ભટ્ટ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ સોલડીયા એસ.એમ.સી અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન સોલડીયા પંચાયત સભ્યો જયેશભાઈ ચકરાણી કંચનબેન માધડ.વિપુલભાઈ રાઠોડ સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા દેવાંગીબેન આઈ.સી.ડી.એસ તેમજ બોહળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા તેમજ નાથાલાલ સુખડીયા દ્વારા બાળકોને ઝોમ પૂરું પાડનાર પ્રેરક ઉદબોધન કરેલ હતું અને શાળામાં રહેલ ભૌતિક સુવિધાઓ મધ્યાન ભોજન સેડ નવું બાંધકામ થયેલ બિલ્ડીંગ ધોરણ નવ દસ માટે તૈયાર થયેલા રુમો નું નિરીક્ષણ કરેલ હતું અને શાળામાં ખૂટતી જરૂરિયાતોને પૂરી કરવાનું પ્રોમિસ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આભાર વિધિ શાળાના આચાર્યશ્રી અમરીશભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ હતી . આ કાર્યક્રમ ને સફળ કરવા શાળા પરિવાર ના શિક્ષકો દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવેલ હતી.આ અખબારી યાદી શ્રી દેવભૂમિ દેવળીયા ના વતની અને ગ્રામ આગેવાન નાથલાલ સુખડિયા ની યાદી જણાવે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


