Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ શાળામાં  સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું 

વિદ્યા જગતમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે એ ઉદેશથી આ કાર્યક્રમ યોજાયો હતો 
સાવરકુંડલા જેસર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે સવારે પ્રાર્થના સંમેલનમાં ધોરણ.૬ થી ૯ ના વિધાર્થીઓ માટે સાયન્સ ક્વિઝનું આયોજન શાળાના શિક્ષક  વિશાલભાઈ  તેમજ નીલમબેન વિરાણી,દ્વારા કરવામાં આવેલ જેમાં સહયોગી શિક્ષક તરીકે જોડાયેલા  વેકરીયા સાહેબ, તૃપ્તિબેન રાવળ અને એભલ સરે ભૂમિકા નિભાવી હતી.
વિધાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયેલા હતા તેમજ આ કાર્યક્રમને માર્ગદર્શન તેમજ સંચાલન શાળાના આચાર્ય ગિરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. આ સુંદર આયોજનને સંસ્થાના વડા  શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી તેમજ પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ સંત ગણોએ પોતાના રાજીપા સાથે બીરદાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિધાર્થીઓમાં રહેલ વિજ્ઞાન પ્રત્યે વધુ રસ દાખવવામાં આવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા