Gujarat

રાજ્યની શાળાઓને સૌર ઊર્જા યોજના હેઠળ સમાવવા માગ

રાજ્યની શાળાકીય શૈક્ષણિક સંસ્થાઓને સૌર ઉર્જા યોજનામાં સમાવવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. નાની શાળામાં મહિને 4 હજાર અને વાર્ષિક 50 હજાર તો મોટી શાળામાં મહિને 18થી 20 હજાર અને વાર્ષિક 2 લાખ જેટલું લાઇટબીલ આવતું હોવાથી ખૂબ મોટી રકમ લાઇટબીલ ભરવામાં ખર્ચ થઈ જતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

જેથી રાજ્યની શાળાઓને સૌર ઊર્જા યોજના હેઠળ સમાવવા અને ઈન્સ્ટોલેશન માટે સબસિડી આપવા માટે શાળા સંચાલકોએ મુખ્યમંત્રી પાસે માગ કરી છે.

રાજ્યની શાળાઓને સૌર ઊર્જા યોજના હેઠળ સમાવવા માગ ગુજરાત સરકારે અને ભારત સરકારે સૌર ઊર્જા ઉત્પાદન માટે વિવિધ યોજનાઓ, સબસિડી અને પ્રોત્સાહન માટે સહાય આપવાની શરૂઆત કરેલી છે, પરંતુ આ યોજનામાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

જેથી ઘરમાં સોલાર લગાવવાની જે સબસિડી સહિતનો ફાયદો મળવો જોઈએ તે શાળાઓને મળતી નથી. જો સરકાર રાજ્ય શાળા સંચાલક મહામંડળની માંગણી સ્વીકારશે તો શાળાઓનો સૌર ઊર્જામાં સમાવેશ કરવામાં આવશે તો ગુજરાત સૌથી રાજ્ય બની શકે છે.