સેવા કરો તો રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ જેવી.
રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ખુદ એ એમ્બ્યુલન્સમાં દર્દીને લઈને અમરેલી સુધી સાથે રહ્યા હતા
વધુ સારવાર અર્થે આ એમ્બ્યુલન્સમાં જ દર્દીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા
એકંદરે સમયસરની સારવાર અને આધુનિક સુવિધાઓ સાથેની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય દર્દીને રાજકોટ પહોચાડી દર્દીનું જિંદગીને નવજીવન મળ્યું

રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના હાર્ટ સમાન મેહુલભાઈ વ્યાસ આરોગ્ય લક્ષી સેવા માટે ખાસકરીને ચક્ષુદાન અને દેહદાન, રકતદાન કેમ્પ વગેરે માટે સતત કાર્યરત રહે છે. ઘણીવખત તો પોતાના ધીકતા વ્યવસાયને ભોગે પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ હજુ ગઈકાલનું જ છે.
સાવરકુંડલા ખાતે રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બાંચની મેહુલભાઈ વ્યાસની સેવાકીય પ્રવૃત્તિઓને લક્ષમાં રાખીને જ સાવરકુંડલાની આ બ્રાંચને અદ્યતન ટેકનોલોજી સાથે સંપૂર્ણ સુવિધા સજ્જ આઈસીયુ એમ્બ્યુલન્સ પ્રાપ્ત થયેલ છે અને તમને જણાવી દઈએ કે મેહુલભાઈ વ્યાસને અનેક વખત તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ માનનીય ગુજરાત રાજ્યપાલ દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

વાત જાણે એમ છે કે હજુ ગઈકાલે જ આ આઈસીયુ એમ્બ્યુલન્સમાં એક પેશન્ટ ગંભીરરીતે બિમાર હોય તેને આ સંપૂર્ણ સુવિધા સજ્જ એમ્બ્યુલન્સમાં અમરેલી ખાતે તો સ્વયંમ મેહુલભાઈ વ્યાસ પોતે હોસ્પિટલે લઇ ગયા અને વધુ સારવારની જરૂર પડતાં આ સુવિધા સજ્જ એમ્બ્યુલન્સ વધુ સારવાર અર્થે પેશન્ટ લઈને રાજકોટ ખાતે રવાના કરેલ
અમુક દર્દો એવા હોય છે કે તેને ત્વરિત યોગ્ય સારવારની સુવિધા ઉપલબ્ધ હોય તો વ્યક્તિનું જીવન બચી શકે છે. અને મેહુલભાઈ વ્યાસ પોતે આ વાત ખૂબ સારી રીતે સમજે છે અને આવા જીવન મરણના કટોકટીના સમયે સમયસર સારવાર જરૂરી હોય છે.અને એકંદરે આવી અદ્યતન સુવિધાસજ્જ એમ્બ્યુલન્સને કારણે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં દર્દીની જિંદગી બચી ગઈ
બિપીન પાંધી સાવરકુંડલા