સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના દ્વારા સાણંદ જીઆઇડીસીમાં સાણંદ ગ્લોબલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 250 કરતાં વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો, સાણંદ જીઆઇડીસીમાં સપ્લાય ચેઇન ઉભી કરવા આ ગ્લોબલ એક્સ્પોનું આયોજન કરાયું છે.
જેમાં 7થી વધુ એમ.એન.સી. તથા અમદાવાદ, ગાંધીનગર અને સાણંદના વિસ્તારના ઉદ્યોગકારોએ ભાગ લીધો છે.
ગ્લોબલ એક્સ્પોનું ઉદ્ઘાટન સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલે કર્યું હતું, કાર્યક્ર્મમાં ગુજરાત ઇન્ડો-અમેરિકન ચેમ્બરના પ્રમુખ ઓબેરો સેમિકન્ડક્ટર એસોસિએશનના સુધીર નાયક, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજિત શાહ, સેક્રેટરી શરદ પટેલ સહિત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ સપોર્ટિવ સિસ્ટમ ફોર સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ અંગે એક સેમિનારનું યોજાઇ હતી જેમાં ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. અને ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું.

