Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં લાઈફ સ્કીલ પ્રોગ્રામ અંતર્ગત સેમિનાર યોજાયો 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ. ૩-૨-૨૫ને સોમવાર થી ગુજરાત ગવર્મેન્ટ અને કે. સી. જી આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ લાઈફ સ્કીલ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો તેના ટ્રેનર તરીકે અરવલ્લીથી સ્નેહાબેન કટારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.
જેમાં કોલેજની ૩૫ વિદ્યાર્થીનીબહેનો જોડાયેલ છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન મહેમાનશ્રીનો પરિચય કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડા સાહેબ આપેલ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. રૂક્સાનાબેન કુરેશીએ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ.આ કાર્યક્રમને નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્ર
,ઉપપ્રમુખ,મેનેજીંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા