માંગરોળમાં રહેતા સિંધી સમાજના(માધવ કરિયાણાવાળા)સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમા મુખ્યાણી)નું તા.08.02.2025 ના રોજ દુઃખદ અવસાન થયુ હતું.
આ દુઃખદ સમયે તેમના પરિવારની ઈચ્છા થી તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.
તા.20.02.2025 ના રોજ માંગરોળ સમસ્ત સિંધી સમાજ નવયુવક મંડળના પ્રમુખશ્રી પ્રકાશભાઈ લાલવાણીએ શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ આઈ બેંકના માધ્યમથી તેમના નિવાસસ્થાને સ્વ.રૂપવતીબેનના ચક્ષુદાનનું પ્રમાણપત્ર તેમના પરિવારને અર્પણ કર્યું હતું.તેમજ સ્વ.રૂપવતીબેનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને તેમના પરિવારને સાંત્વના આપી હતી.
તેમના પરિવારના આ ઉમદા વિચાર થકી બે પ્રજ્ઞા ચક્ષુઓને નવી રોશની મળશે એ બદલ તેમના આ માનવસેવાકીય કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા