લાયન્સ ક્લબ મેઇન્સ અમરેલી દ્વારા લીયોનીયા રિસોર્ટ ખાતે આયોજિત જિલ્લા કક્ષા “શ્રેષ્ઠ શિક્ષક સન્માન” કાર્યક્રમ રાખવામાં આવેલો. તેમાં શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક વિભાકરભાઇ લલિતભાઈ ઉપાધ્યાયને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તેમણે શૈક્ષણિક ,બાળગમ્ય સામાજિક,ઇનોવેટિવ ટીચર તથા ખેલ મહાકુંભ અને બીજી અનેક સ્પર્ધાઓમાં બાળકોને તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષા સુધી લઈ ગયા છે, અને ત્યાં પણ તેમણે સફળતા મેળવી છે.
બિપીન પાંધી સાવરકુંડલા

