શ્રી આંસોદર પ્રાથમિક શાળા અને વાવડીયા કે.વી.વિદ્યામંદિર ના સંયુક્ત ઉપક્રમે ઉજવાયો ભવ્ય પ્રવેશોત્ત્સવ.
શ્રી આંસોદર પ્રાથમિક શાળા અને વાવડીયા કે.વી.વિદ્યામંદિર ના સંયુક્ત ઉપક્રમે ઉજવાયો ભવ્ય પ્રવેશોત્ત્સવ.
કન્યા કેળવણી મહોત્ત્સવ અને શાળા પ્રવેશોત્ત્સવ ૨૦૨૫ ની ઉજવણીના પ્રસંગે શ્રી આંસોદર પ્રાથમિક શાળાના પટાંગણમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ.બી.પ્રજાપતિ સાહેબ તથા લાયઝન તરીકે કિશનભાઈ કાબરીયા ના અધ્યક્ષ સ્થાને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીશ્રીઓની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી થયેલ.
કાર્યક્રમની શરૂઆત મહેમાન શ્રી અને ગ્રામજનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. બાળકોએ પ્રાર્થના બાદ સ્વાગત ગીત રજૂ કરેલ.કાર્યક્રમ નું સમગ્ર સંચાલન શાળાના વિદ્યાર્થી જેસલ ડેર અને શીતલ ઠોળીયા એ કરેલ.મહેમાન શ્રી અને ગ્રામ અગ્રણીઓને પુસ્તક આપી સન્માન કરેલ. આંગણવાડી,બાલવાટીકા,ધોરણ ૧ અને ધોરણ ૯ ના બાળકોને મહેમાન શ્રી અને ગ્રામજનોના હસ્તે પ્રવેશ આપવામાં આવેલ. પ્રવેશપાત્ર બાળકોને કીટ તેમજ ધોરણ ૩ થી ૮ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર તેમજ CET અને જ્ઞાન સાધના સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ અને ૧૦૦ % હાજરીવાળા વિદ્યાર્થીઓનું સન્માન સ્કૂલબેગ,નોટબૂક, વોટરબેગ,કીટ આપી કરવામાં આવેલ.
દાતાશ્રી મગનભાઈ કાનાણી,ગોરખભાઈ ડેર,રાવતભાઈ ગરણીયા,કિરણબેન વીરપરા,રામજીભાઈ વાવડીયા,અને મહેશભાઈ ઈસામલીયાએ મળીને વસ્તુરૂપે ૪૫.૦૦૦ રૂ.રકમની ભેટ બાળકોને આપેલ.આ તમામ દાતાશ્રીઓને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. સફાઈ કામદાર ને શાલ અને સાડી,મધ્યાહન ભોજન રસોયા અને મદદનીશને સાડી આપી મહેમાનોના વરદહસ્તે સન્માનિત કરેલ.વૃક્ષારોપણ, તિથીભોજન સાથે શાળાના આચાર્ય સુરેશ ભાઈ નાગલાએ આભાર વિધી કરેલ.કાર્યક્રમ ને સફળ બનાવવામાં શ્રી આંસોદર પ્રાથમિક શાળા પરીવાર અને વાવડીયા કે.વી.વિદ્યામંદિર પરીવારે જહેમત ઉઠાવેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા