Gujarat

શ્રી હનુમાન ચાલીસા સત્સંગમાં સાવરકુંડલાના ભાવિકો થયાં તરબોળ

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના મધુર સુરમાં ગવાયેલ શ્રી હનુમાન ચાલીસાએ સાવરકુંડલાને ધર્મના પાકા રંગે રંગી દીધું.
આમ સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ વચ્ચે હનુમાનજીના ગુણગાન સાંભળીને ભાવિકો શ્રધ્ધા અને ભક્તિમાં તરબોળ થયાં
આવા ધાર્મિક કાર્યક્રમો અવારનવાર યોજાય તેવા ભાવસાથે ભાવિકોએ ધર્મમય વાતાવરણનો  લ્હાવો લીધો
કાબરીયા પરિવારનું આ આયોજન સમગ્ર હનુમાન ભક્તો માટે એક ચિરંજીવ સંભારણું બની ગયા
સાવરકુંડલા ખાતે આવેલ શિવાજીનગર સ્થિત પટેલ વાડીમાં યોજાયેલા આ ભવ્ય સત્સંગમાં જિલ્લાભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સાળંગપુર ધામના આ પ્રખ્યાત સંતના મુખમાંથી સાંભળવા મળેલું દિવ્ય હનુમાન ચરિત્ર સૌ કોઈ માટે અવિસ્મરણીય બની રહ્યું.તો વળી સાવરકુંડલા પંથકમાં હનુમાન ચાલીસા ગાનમાં જેનું મોટુ નામ છે એવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંનિષ્ઠ શિક્ષક પ. પૂ. કૌશિકગીરી ગોસ્વામીએ પણ પોતાના સુંદર પ્રસ્તુતિથી સૌને મંત્રમુગ્ધ કરી અભિભૂત કર્યાં
આ કાર્યક્રમનું આયોજન કરનાર કાબરીયા પરિવારે તમામ આમંત્રિતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કષ્ટભંજન દેવ હનુમાનજીના આશીર્વાદ સૌ પર વરસે તેવી પ્રાર્થના કરી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા