Gujarat

શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસુદન ડેરી બોટાદ સયુંકત ઉપક્રમે સુદર્શન હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો 

શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસુદન ડેરી બોટાદ સયુંકત ઉપક્રમે સુદર્શન હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો 

ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ, અને મધુસુદન ડેરી બોટાદ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો
૨૮૫ જેટલા લોકોએ પોતાની આંખ નું નેત્ર નિદાન કરાવ્યુ, અને તે પૈકી ૭૦ લોકોને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ, અને મધુસુદન ડેરી બોટાદ ના સંયુક્ત ઉપક્રમે સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા રવિવારે તારીખ ૨૨/૦૬/૨૫ ના રોજ શ્રી એમ.એમ. હાઇસ્કુલ ગઢડા ખાતે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઢડા મધુસુદન ડેરીના ચેરમેન માનનીય શ્રી ભોળાભાઈ રબારીના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી ૧૮ માં નેત્ર નીદાન કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો, આ પ્રસંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ અગ્રણી વાલેરાભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કેમ્પ ની મુલાકાત માટે પરમ પૂજ્ય એસ.પી. સ્વામી,બોટાદ જિલ્લા ભાજપ અગ્રણી સુરેશભાઈ ગોધાણી, આર.એસ.એસ. ના મહેશભાઈ સોની, તાલુકા ભાજપ અગ્રણી પ્રકાશભાઈ સાકળીયા, જાયન્ટ્સ ગ્રુપના હરેશભાઈ અબાસણા, વિશ્વ હિન્દુ પરિષદના ભાવેશભાઈ શેફાતરા, વગેરે ખાસ ઉપસ્થિત રહી રથયાત્રા સમિતિના આયોજનને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. સવારે ૮-૦૦ વાગ્યાથી જ પહેલા એમ.એમ. હાઈસ્કૂલમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી તજજ્ઞ ડોક્ટરોની ટીમ પાસે પોતાની આંખોનું નિદાન કરાવ્યું હતું. આજના કેમ્પમાં ગઢડા શહેર અને તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી કુલ ૨૮૫ જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જે પૈકી ડોક્ટર દ્વારા ૭૦ લોકોને મોતિયાના ઓપરેશન માટે નક્કી કરવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને પૌષ્ટિક ભોજન કરાવી સ્પેશિયલ વાહન દ્વારા સુદર્શન નેત્રાલય અમરેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં દર્દીઓનું લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનો દ્વારા સંપૂર્ણ ચેકઅપ કરી આવતીકાલે ઓપરેશન કરવામાં આવશે અને મંગળવારે સવારે ફરી એકવાર ચેકઅપ કરી દવા અને ચશ્મા આપી સ્પેશિયલ વાહન દ્વારા ગઢડા પરત મૂકી જવામાં આવશે. આ માટે દર્દીઓએ કોઈપણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી.સમગ્ર આયોજન માટે ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના તમામ કાર્યકર્તાઓએ સતત ખડે પગે રહી આયોજનને સફળ બનાવ્યું હતું. જેમાં સુદર્શન નેત્રાલયની ૧૩ જેટલા સભ્યોની ટીમ દ્વારા ખૂબજ ધ્યાનપૂર્વક લોકોની આંખોનું નિદાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250622-WA0112.jpg