શતા યુ મુકેશ કાર્યક્રમ એ માત્ર સંગીતમય રજત રાત્રિ જ નહીં પરંતુ સેવાના પવિત્ર ભાવ સાથે સંકળાયેલ એક ભવ્ય યાત્રા હતી
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની ૧૦ વર્ષની યાત્રા સાથે મુકેશજીના શતાયુ વર્ષનું સંયોજન હતું
કા ર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ શહેર કે જે મિની મુંબઈ કહેવાય છે ત્યાં શ્ચી લલ્લુભાઈ શેઠ આરોગ્યની પ્રચાર અને પ્રસાર સેવા સાથે આર્થિક સહયોગની સંયુક્ત ભાવના પણ હતો
આમ ગણીએ તો રાજકોટ એટલે યાત્રિક ટેકનોલોજીનું હબ ગણાય. અહીંની અનેક પ્રોડક્ટ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સદભાવના ટ્રસ્ટ – રાજકોટની વિશેષ ભૂમિકા રહી હતી
આ કાર્યક્રમને શિલ્પા લાઈફ સ્ટાઈલ – રાજકોટ પારેખ પરિવારનો દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો.

રંગીલા રાજકોટના ૭૦૦ થી ૮૦૦ લોકોએ આ કાર્યક્રમને મનભરીને માણ્યો
દા યકાની સાર્થક સેવાના સંતોષ અને ૧૦૦ વર્ષ સેવાના સંકલ્પ સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તમામ નિશુલ્ક સેવાના મહા અભિયાન સાથે પ્રતિબદ્ધ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન.
આ પ્રસંગે દાતાશ્રીઓ અને સેવાભાવીઓ દ્વારા આ સંસ્થાની નિશુલ્ક આરોગ્યસેવાની ભવિષ્યની યાત્રામાં સહભાગી થવાનો સંકલ્પ પણ લીધો
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત, ૧૦૦% નિશુલ્ક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ‘દાયકાની સાર્થક સેવાનો સંતોષ, સો વર્ષની સેવાનો સંકલ્પ!’ અંતર્ગત એક ભવ્ય સાંસ્કૃતિક સંગીત સંધ્યા ‘શતાયુ મુકેશ’ કાર્યક્રમનું હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની ભવ્ય શરૂઆત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન તથા સદભાવના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા
દિપપ્રાગટ્ય સાથે કરવામાં આવી. નીતીન મુકેશના મધુર ગાન અને રાજકોટના સંગીતપ્રેમીઓના અહોભાવ સાથે આ એક યાદગાર સાંજ બની રહી. આ પ્રસંગે, પ્રસિદ્ધ ગાયક શ્રી નીતીન મુકેશજીના તેમના સુપ્રસિદ્ધ સ્વર સાથે રાજકોટના સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમમાં રંગીલા રાજકોટના ૭૦૦ થી ૮૦૦ લોકોએ ઉપસ્થિત રહી, સંગીતના સુમધુર સ્વરોનો આનંદ માણ્યો. શ્રી નીતીન મુકેશેજી ગુજરાત સાથેની તેમની લાગણીઓને વણી લેતા જણાવ્યું કે, “ગુજરાત મારી માતાનું મોસાળ છે, અને અહીં ગીત ગાવા મારે માટે સદૈવ ગૌરવની વાત છે.” કાર્યક્રમના સફળ આયોજન માટે સદભાવના ટ્રસ્ટ – રાજકોટની વિશેષ ભૂમિકા રહી, જેણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો. ઉપરાંત, શિલ્પા લાઇફસ્ટાઇલ – રાજકોટ, પારેખ પરિવાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી, જેની બદલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનની ટીમે તેમનો આભાર વ્યક્ત કર્યો.
‘શતાયુ મુકેશ’ કાર્યક્રમ એ માત્ર સંગીતમય રજત રાત્રિ જ નહીં, પરંતુ સેવાના પવિત્ર સંકલ્પ સાથે સંકળાયેલ એક ભવ્ય યાત્રા પણ હતી. શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની ૧૦ વર્ષની યાત્રા અને મુકેશજીના ૧૦૦ વર્ષને એક સાથે ઉજવતા, આ પ્રસંગે અનેક દાતાઓ અને સેવાભાવીઓએ સંસ્થાની નિઃશુલ્ક આરોગ્યસેવાની ભવિષ્યની યાત્રામાં સહભાગી થવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે રાજકોટ, ગુજરાતના મુખ્ય શહેરોમાંનું એક શહેર છે ત્યાં આરોગ્ય મંદિરની સેવાનો પ્રચાર અને પ્રસાર થાય આ પ્રસંગે આરોગ્ય મંદિર માટે આર્થિક સહયોગ પણ મળતો રહે તેવા હેતુથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાદગાર સંગીતમય રજત રાત્રિ માટે તમામ આયોજકો, સહયોગીઓ, દાતા અને શ્રોતાઓનો શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર વ્યકત કરે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

