Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે એક અનોખી ધન્વંતરિ ભગવાનની યજ્ઞશાળા.  માતૃત્વનો અનોખો અહેસાસ આપતી હોસ્પિટલ 

આ હોસ્પિટલની ગાયનેક વિભાગના મેટરનિટી કેર ખાતે નવજાત શિશુના જન્મતાંજ દરેક શિશુ માટે શિશુની માતુશ્રીને જે. એલ. મોરીસન કંપની જે આંતરરાષ્ટ્રીય કંપની છે એવી શિશુ કેર માટેની અદ્યતન કિટ નિશુલ્ક આપવામાં આવે છે. જેના દાતાશ્રી મુંબઈ સ્થિત શ્રી સાક્ષીજી મોદી તેમજ શ્રી વરુણજી મોદી છે.
સાવરકુંડલા ખાતે આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આવેલ ગાયનેક વિભાગ એટલે માતૃત્વનો પરિચય આપતી અનોખી યજ્ઞશાળા. બીજા શબ્દોમાં કહીએ તો અહીં આ વિભાગમાં  પ્રસુતિગૃહ એટલે પ્રસુતા દર્દી માટે તમામ વર્ગની મહિલાઓ માટે ચોવીસે કલાક ખુલ્લુ રહેતુ પ્રવેશદ્વાર. આ વિભાગમાં અદ્યતન સુવિધા થી સજ્જ પ્રસ્તુતિ ગૃહમાં મેટ્રોપોલિટન સિટીની હોસ્પિટલમાં હોય તેવી તમામ સુવિધાઓથી સભર મેટરનિટી કેર સેન્ટર જ ગણી લો. અહીં આવતી તમામ મહિલાઓ માતૃત્વનો એક અનોખો અહેસાસ લઈને સસ્મિત પોતાના શિશુ સાથે ઘરે પરત ફરે છે.
અહીં દાખલ થનાર પ્રસુતાના શબ્દોમાં જ કહીએ તો અહીં દાખલ થતાં જ પોતે માતૃત્વનો સલામત અને અનોખો અહેસાસ લઈને પોતાના શિશુ સાથે પરત ફરે છે. અરે એક પ્રસુતાના સાસુ નીરુબેનના શબ્દોમાં કહીએ તો ‘ શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ એટલે મસ્ત હોસ્પિટલ..’ અહીંની હોસ્પિટલમાં ખાલી પ્રસુતા માટે જ સુવિધા નથી પરંતુ નવજાત શિશુને જન્મ સમયે કોઈ તકલીફ પડી હોય તો આઈસીયુ કેર લેવલ-૩ અને વેન્ટિલેટર સહિતની અત્યાધુનિક સુવિધા વળી માયાળુ કર્મચારીગણ સાથે સતત ચોવીશ કલાક આપની સેવામાં ઉપલબ્ધ હોય છે.
અહીં પીડિયાટ્રિક તબીબ નવજાત શિશુની સારવાર અર્થે ૨૪ કલાક ઉપલબ્ધ રહે છે. તો વળી આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા પણ હોસ્પિટલની ઝીણીમાં ઝીણી બાબત માટે સતત એલર્ટ રહેતા જોવા મળે છે. અને કોઇ પણ પ્રકારના દર્દીઓએ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સતત પ્રતિબદ્ધ જોવા મળે છે. આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર નથી અને છતાં માત્ર સેવા ભાવથી દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજીને વિનમ્રતાપૂર્વક સેવા કરવામાં આવે છે.
 *અહીંના ગાયનેકોલોજી વિભાગની એક વિશેષ ખાસિયત કે જે કદાચ ભારતના કોઈપણ હોસ્પિટલમાં નહીં હોય તે એવી છે કે અહી નવજાત શિશુની માતાને જન્મતા ની સાથે જ એક  જે. એલ. મોરીસન કંપની જે એક આંતરરાષ્ટ્રીય કંપની છે તેમના દ્વારા બનાવેલ ખૂબ જ લેટેસ્ટ કિટ આપવામાં આવે છે. જેમાં અમદાવાદ મુંબઈ જેવા શહેરોની અત્યાધુનિક હોસ્પિટલમાં મળતી નવજાત શિશુને  લગતી એકદમ ઉચ્ચ ગુણવતા યુક્ત અલગ અલગ ૧૨ આઈટમ નવજાત શિશુની માવજત માટે સંપૂર્ણ નિશુલ્ક આપવામાં આવે છે. આ કિટના દાતાશ્રી મુંબઈ સ્થિત શ્રી સાક્ષીજી મોદી તથા શ્રી વરુણજી મોદી છે.
આજ દિન સુધી આવી ૨૦૦ કિટ અહીંની મેટરનિટી વિભાગમાં જન્મતાં નવજાત શિશુને અર્પણ કરવામાં આવી છે. આ તકે આ દાતાશ્રીઓનો પણ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓ તથા કર્મચારીઓ વતી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયાએ જાહેર આભાર પણ માન્યો હતો. આ હોસ્પિટલના તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે આ હોસ્પિટલ દાતાશ્રીના દાનથી ચાલે છે અને અહીં પધારતાં દાતાશ્રીઓ પણ સેવાકીય પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળીને દાનની સરવાણી ખુલ્લા મને વહાવે છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા અને મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક સમેત તમામ ટ્રસ્ટીગણ સંસ્થાના વિકાસ માટે પ. પૂ. મોરારી બાપુના આશીર્વાદ સાથે હરદમ પ્રયત્નશીલ રહેતા જોવા મળે છે.
   
હા માત્ર સાવરકુંડલા જ નહી આસપાસના વિસ્તારોમાંથી તેમજ અન્ય શહેરોમાંથી પણ અહીં સારવાર અર્થે દાખલ થતાં જોવા મળેલ છે. આ હોસ્પિટલના સ્વચ્છતા કોર્પોરેટ હોસ્પિટલોને ટક્કર મારે તેવી જોવા મળે છે. અહીં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓને તેમજ સાથે આવનાર સગાને ગુણવત્તાયુકત પૌષ્ટિક આહાર એ પણ સંપૂર્ણ નિશુલ્ક અને એ પણ સેવાભાવ સાથે વિનમ્રતાપૂર્વક આપવામાં આવે છે. એક વખત સાવરકુંડલાની આ હોસ્પિટલની મુલાકાત લેવા જેવી ખરી. અને હા, ભવિષ્યમાં એટલે કે બેક વર્ષમાં આ હોસ્પિટલનું વધુ એક અદ્યતન ટેકનોલોજી સાથે સંપૂર્ણ સુવિધા સજ્જ ઈમારત હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થશે જેમાં હૃદયરોગ વિભાગ ન્યુરોલોજી વિભાગ તથા નર્સિંગ કોલેજ નિર્માણ પામશે.
બિપીન પાંધી સાવરકુંડલા