Gujarat

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં વી.ડી.ઘેલાણી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક વિદ્યાલયના કર્મઠ શિક્ષક દીપકભાઈ પરમાર નિવૃત થતાં તેને ભવ્ય વિદાય પૂર્ણ સન્માન સાથે આપવાનો કાર્યક્રમ પણ આ સાથે યોજાયો
સાવરકુંડલા શહેરની ખુબજ જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રીમતી વી. ડી. ઘેલાણી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેના દાતાશ્રી વનિતાબેન ધીરજલાલ ઘેલાણી. હસ્તે. ચંદ્રિકાબેન ઘેલાણી, કામદાર રહ્યા છે જેઓની પ્રેરણાથી ગુરુકુળ શાળામાં વર્ષોથી નાની, મોટી સેવાઓ મળી રહે છે.
ગુરુકુળ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે એક અધતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી જેનું ઉદ્ઘાટન સંસ્થાના પુરાણી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌ પ્રથમ ગુરુકુળ પ્રાર્થના સભામાં મહાપૂજા કરવામાં આવી જેમાં મહાપૂજાના શાસ્ત્રી તરીકે સ્વામી શુકદેવપ્રસાદ દાસજી દ્વારા સંપૂર્ણ વિધિ કરવામાં આવી જેમાં યજમાન તરીકે શાળાના ડાયરેક્ટર વ્યાસ સાહેબે પૂજા વિધિનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીનાં વડપણ હેઠળ ગુરુકુળ શાળાના આચાર્ય  હરેશભાઈ મહેતા, એ. કે. ઘેલાણી માધ્યમિક વિધાલયના આચાર્ય  દીપેશભાઈ પંડ્યા, કોમર્સ વિભાગના આચાર્ય  કમલેશભાઈ ચુડાસમા, જેસર રોડ ગુરુકુળના આચાર્ય  કૌશિકભાઈ ગોસ્વામી, અંગ્રેજી વિભાગના આચાર્યા શ્રીમતી વૈશાલીબેન પટેલ,ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય ગૌરાંગભાઈ મહેતા સાથે તમામ વિભાગના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી દ્વારા સંસ્થાનાં દાતાશ્રી વનિતાબેન ધીરજલાલ ઘેલાણી હસ્તે ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર દ્વારા થતા દાનની પ્રસન્નતા વ્યક્ત કરી હતી સાથે શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક વિદ્યાલયના કર્મઠ શિક્ષક  દીપકભાઈ પરમાર નિવૃત થતા તેઓને ભવ્ય વિદાય આપવામાં આવી હતી જેમાં સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી દ્વારા તૈયાર થયેલ હનુમાનજી ભગવાનની મૂર્તિ સાથે શાલ, હાર તથા પત્ર  સંસ્થાના સ્વામી પુરાણી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી તથા સંસ્થાનાં વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીનાં વરદ હસ્તે આપીને સન્માન કરવામાં આવેલ .
બિપીન પાંધી  સાવરકુંડલા