Gujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર કડીયાવાડ ઘોરાજી દ્વારા પ્લેન દુરર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટેની શોક સભા રાખી શ્રઘાંજલી આપેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર કડીયાવાડ ઘોરાજી દ્વારા પ્લેન દુરર્ઘટનામા મૃત્યુ પામેલા લોકોને શ્રઘાંજલી આપવા તેમજ તેમના આત્માને શાન્તિ મળે તે માટે શ્રી મોહનપ્રસાદ સ્વામી, શ્રી ભક્તિ સ્વામી, શ્રી બાલકૃષ્ણ સ્વામી વિગેરે સંતોએ અવસાન પામેલા લોકોના આત્મા ને શાન્તિ મળે અને ભગવાન તેમાંના ચરણમાં સ્થાન આપે અને તેમાંના પરિવાજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તે માટે તારીખ 15-06-2025 ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કડીયાવાડ ઘોરાજી મુકામે શોક સભા રાખી ધુન કિર્તન કરાવેલ તેમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો, કડિયાવાડ ગ્રૂપના કાર્યકારો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હરિ ભકત ભાઈ બહેનો ઉપસ્થિત રહીને શ્રઘાંજલી આપી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ .