પ્રાચી તીર્થ ખાતે જોશી પરિવાર દ્વારા ઈષ્ટદેવ શ્રી ગોપનાથ દાદા તથા કુળદેવી શ્રી કમળાઈ માતાજી વીર પુરુષ સમરવીર બડુદાદા ના આશીર્વાદ તથા શ્રી માધવરાય પ્રભુજી તેમજ સર્વે પિતૃદેવોના અનુગ્રહ થી
શ્રી કામળિયા ગોર જોશી પરિવાર દ્વારા શ્રી સમસ્ત કારડીયા રાજપૂત સમાજ ધર્મશાળા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સવંત ૨૦૮૧ ના મહાવદ (૫) ને સોમવાર તારીખ ૧૭/૦૨/૨૦૨૫ થી તા.23/2/2025સુધી ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથા ના વક્તા શ્રી પ.પૂ.સંત શ્રી સીતારામ બાપુ (ગાદીપતિ બ્રહ્મચારી જગ્યા મોટા ગોપનાથ)શિવકુંજ આશ્રમ ભાવનગર વ્યાસપીઠ પર બિરાજી કથા નું રસપાન કરાવશે જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ તેમજ સાંજે ના ૩ થી ૬ તેમજ કથા દરમિયાન રોજ રાત્રે નામી કલાકારો દ્વારા સંતવાણી, ભજન કીર્તન, ધૂન સહિત ના કાર્યક્રમો યોજાશે તો આ પાવન પ્રસંગે તમામ ધર્મપ્રેમી જનતા ને
શ્રી વિનોદરાય બાલાશંકર જોશી ,શ્રી બાબાઆનંદ મગનલાલ જોશી તથા શ્રી કામળિયા ગોર જોશી પરિવાર મુ.(તાતણીયા ગિરવાળા) હાલ પ્રાચી તીર્થ તરફ થી જાહેર આમંત્રણ પાઠવેલ છે
હાર્દિક કાનાબાર પ્રાચી

