Gujarat

ધંધુકા પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

ધંધુકા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદે દસ્તક દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા.

આજે બપોર પછી મેઘરાજાએ ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું છે. વરસાદી માહોલમાં પક્ષીઓ પણ આનંદથી કિલ્લોલ કરતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.