લાલપુર તાલુકાના નાના ખડબા ગામેથી અને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાંથી ડીગ્રી વગરના બોગસ તબીબ ઝડપાયા છે. જામનગર એસઓજી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી જે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા યુનુસ ઉર્ફે બાબુ નૂર મહંમદ ભાઈ મોગલ નામના શખ્સ દ્વારા પોતાની પાસે મેડીકલ ડોકટર ને લગતી કોઈ ડીગ્રી નહીં હોવા છતા દવાખાનુ ખોલી દર્દીઓ ને તપાસી તે દર્દીઓ ને અલગ અલગ પ્રકાર ની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે.
જે બાતમીને આધારે ગઈકાલે સાંજે એસ.ઓજી પોલીસે દરોડો પાડ્યો હતો.અને તેના કબ્જા માથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂ.4317 ની કિંમત નો મુદામાલ કબ્જે કરી આરોપી યુ નોર્મલ મોગલ વિરૂધ્ધ હાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. માં મેંડીકલ પ્રેક્ટીશનર્સ એકટ ની કલમ તથા ભારતીય ન્યાય સંહિતા ની કલમ મુજબ ગુનો દાખલ કરાવી બોગસ ડોક્ટર ની અટકાયત કરી હતી. આ ઉપરાંત લાલપુર તાલુકાના નાના ખડબા ગામેથી પોલીસે આરોપી હસમુખ ચુનીલાલ ચૌહાણ નામના શખ્સને પકડી પાડી હતો.
આરોપી કોઈ મેડિકલ ડોક્ટરને લગતી ડિગ્રીના ધરાવતો હોવા છતાં દર્દીઓને તપાસી દવા આપતો હતો. મનુષ્યની જિંદગી જોખમ તે રીતે કૃત્ય કરતા તેમની પાસેથી દવા સહિત 1900 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર જિલ્લામાં બોગસ ડોકટરોના રાફડા ફાટયા છે જેને કોઇકવાર એસઓજી પકડે છે પરંતુ સ્થાનિક આરોગ્ય તંત્ર તો ઘોર નિંદ્રામાં પડયું છે.