છેક ૧૯૯૨ થી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અનુદાનિત આશ્રમશાળામાં દરિયા કાંઠાના છેવાડાના ગામડાઓમાં વસતાં માછીમારોનાં ભુલકાઓ ને કે જ્યાં સરકારી કે અર્ધ સરકારી શાળાઓ ૧૦ થી ૧૫ કિલોમિટર દૂર હોય અને વાલીઓને તેમના ઘડતર કે શિક્ષણની ખેવના જ ન હોય, એવા બાળકોને શિક્ષિત કરી સંસ્કારના બીજ રોપી, ઘડતર કરવાનાં શુભ આશયથી સ્વ.શેઠ શ્રી લલ્લુભાઈ શેઠના પ્રયત્નોના પરિણામે ચાલતી રહેલી ૭૦ જેટલા દિકરા-દીકરીની આ સંસ્થા ઉપર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની લાગણીઓ વરસાવતાં રહ્યા છે.
મૂળ સાવરકુંડલાનાં દોશી નંદલાલ ફૂલચંદભાઇના સુપુત્રી સ્વ.બેન ઇચ્છાબેનના મલેશિયા નિવાસી સંતાનોએ ભાવનગર વસતાં મામા શ્રી કુમુદભાઇ દોશી મારફત આ આયોજન કરાવવામાં આવ્યુ.સેવાભાવી અને આદર્શના વિચારોથી પરિપક્વ થયેલ આચાર્ય અને મદદનિશ શિક્ષક ઉપરાંત નિષ્ણાત રસોયા અને સફાઇ કર્મચારીઓ ભૂલકાંઓનું સંતોષકારક જતન અને લાલન-પાલન કરી રહ્યાં છે. ટ્રસ્ટી મંડળ દ્વારા આવી સેવાકીય પ્રવૃતિઓ કરનાર દાતાશ્રીઓનો આભાર માનવામાં આવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

