જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રી ભેંસદડિયા યોગેશકુમાર હેમંતલાલ ને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત પારિજાત એવોર્ડ આપીને આદર્શ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવશે. પારિજાત પરિવાર સાહિત્ય ગ્રુપ – અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને શિક્ષણ સાથે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ કાર્યો કરતા શિક્ષકોને સન્માનિત કરવા આ એવોર્ડ અપર્ણ કરવામાં આવે છે.
જેમાં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી કુલ 51 શિક્ષકો પસંદ કરવામાં આવેલ છે. જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની એકમાત્ર શાળા શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભેંસદડિયા યોગેશકુમાર હેમંતલાલ ની પસંદગી કરવામાં આવી છે. તેમને આ એવોર્ડ ફેબ્રુઆરી/માર્ચ – 2025 માં યોજાનાર કાર્યક્રમમાં આપીને નવાજવામાં આવશે. આમ તેમની પસંદગી થતા શાળા પરિવાર અને નેસડા ગામ ગૌરવની લાગણી અનુભવે છે.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.

