Gujarat

ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની અમારી નમ્ર સેવાને ચાલુ રાખતા, તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ સમર્થનથી આ પવિત્ર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. આ નવા રસોડામાં અદ્યતન ઓટોમેશન સાથે દરરોજે 2,00,000થી વધુ લોકો માટે શુદ્ધ ભોજન તૈયાર કરવા તેમજ પીરસવાની ક્ષમતા હશે – જેના થકી એ સુનિશ્ચિત કરી શકાશે કે દરેક ભક્તને અત્યંત ભક્તિભાવ, શુદ્ધતા અને કાળજી સાથે તૈયાર કરાયેલો પૌષ્ટિક અન્ન પ્રસાદમ પ્રેમથી પીરસવામાં આવે.

તિરુમાલા એ શ્રદ્ધા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનું શાશ્વત પ્રતિક છે. આ પ્રયાસ દ્વારા, અમે શ્રી એન. ચંદ્રબાબુ નાયડુના અન્ન સેવા પરંપરાને તમામ TTD મંદિરોમાં વિસ્તારવાના ઉમદા દ્રષ્ટિકોણમાં યોગદાન આપવા માટે પ્રયત્નશીલ છીએ.

TTD અને આંધ્રપ્રદેશ સરકારે અમને આપેલા માર્ગદર્શન અને સહયોગ માટે અમે તેઓનો ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાન વેંકટેશ્વરની સેવા કરવી અને કોઈ પણ ભક્ત ક્યારેય ભૂખ્યો ન રહે તેવા તિરુમાલાના દૈવી મિશનનો એક નાનકડો હિસ્સો બનવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે.

શ્રી મુકેશ અંબાણીએ કેરળના ત્રિશૂરના ગુરુવાયુર શહેર સ્થિત ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરે પણ દર્શન કર્યા હતા. તેમણે મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.