Gujarat

ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળાનાં બાળકોને સ્ટીલ ડીશનું વિતરણ કરવામાં આવ્યું

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને દાંડી રોડ, સુરત સ્થિત સુંદરવન રો હાઉસ ખાતે રહેતાં શિક્ષણપ્રેમી સંદિપભાઈ જયેશભાઈ પટેલ તરફથી તેમનાં પિતા સ્વ. જયેશભાઈ રમણભાઈ પટેલનાં સ્મરણાર્થે સ્ટીલની ભોજન ડીશ ભેટરૂપે આપવામાં આવી હતી.
આ તકે તેમનાં ધર્મપત્ની શોભનાબેન પણ જોડાયા હતાં. શાળા પરિવારે બાળકો વતી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.