Gujarat

થરાદમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ, બીજી તરફ હાઇવે ઉપર રાત્રે અંધારૂ

થરાદ બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસના સમયે પણ ચાલુ જોવા મળી હતી. બીજી તરફ થરાદ ડીસા હાઈવે ઉપરની સ્ટેટ લાઈટો બંધ છે. જે ચાલુ કરવા બાબતે તંત્રના અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે.

થરાદ બજારમાંથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા ઉપર ધોળા દિવસે સ્ટેટ લાઈટો ચાલુ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ ઘણા સમયથી થરાદ ડીસા હાઈવે ઉપરની સ્ટેટ લાઈટો બંધ હોવાના કારણે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમારે જણાવ્યું હતુ કે, ડીસા હાઈવે ઉપરની સ્ટેટ લાઈટો ગ્રામ પંચાયતમાં આવે છે. આ અંગે વજેગઢ ગ્રામ પંચાયતના તલાટી વશરામભાઈ પટેલે જણાવ્યું હતુ કે, પંચાયતમાં આવતી નથી.