વૈશાખ પંચમીના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે આદિ ગુરુ શંકરાચાર્યના પ્રાગટ્યદિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા, કાર્યકારી કુલસચિવ ડૉ. પરેશ પ્રજાપતિ, કાર્યકારી ગ્રંથપાલ સહિત વિદ્યાર્થીઓ અને પીએચડી સંશોધકોએ શંકરાચાર્યની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

કાર્યક્રમ દરમિયાન કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આદિ શંકરાચાર્યના જીવન વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે શંકરાચાર્યનો જન્મ કેરળમાં થયો હતો. માત્ર 8થી 10 વર્ષની ઉંમરે તેઓ શિક્ષણ માટે કેરળથી મધ્યપ્રદેશ ગયા હતા. ત્યાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માતાની આજ્ઞા લઈને સમગ્ર ભારતના ભ્રમણે નીકળ્યા.

કુલપતિએ વધુમાં જણાવ્યું કે શંકરાચાર્યએ ભારતને સાંસ્કૃતિક રીતે એક કરવાના ઉદ્દેશ્યથી ચાર મઠોની સ્થાપના કરી. તેમનું માનવું હતું કે ભલે ભૌગોલિક રીતે અલગ હોઈએ, પરંતુ સાંસ્કૃતિક રીતે આપણે એક હોવા જોઈએ.

